મહેસાણા : લિંચ ગામના તળાવમાં ગામનો એક વ્યક્તિ ડૂબ્યો

admin
1 Min Read

મહેસાણા તાલુકુાના લીંચ ગામે જાળીયા તળાવમાં ગુરુવારે બપોરે 55 વર્ષીય આધેડ ડૂબી જતા મહેસાણા પાલિકાની ફાયર ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને શોધખોળ કરી મૃતકની લાશને બહાર કઢાઇ હતી. લીંચ ગામમાં રહેતા ખેમાભાઇ ચમનભાઇ વાલ્મીકી(ઉ.વ 55) બપોરે 2 વાગ્યાના અરસામાં જાળીયા તળાવમાં ડૂબી ગયાનો જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલમાં તલાટીએ મેસેજ કર્યો હતો.તળાવ 30 ફૂટ ઊંડું હોઇ સ્થાનિક તરવૈયા શોધખોળ કરવા લાગ્યા હતા.આ દરમ્યાન મહેસાણા પાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ અક્ષયભાઇ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને તળાવમાં શોધખોળ કરતા ખેમાભાઇનો મૃતદેહ મળ્યો હતો.સ્થળ પર સરપંચ અંજનાબેન પટેલ, પોલીસ,તલાટી સહિતની ટીમ દોડી આવી હતી.

Share This Article