મહેસાણા : દારુબંધીના વાકયુદ્ધ વચ્ચે ઝડપાયો દારુ

admin
1 Min Read

દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા છે. ત્યારે દારુબંધીના આ વાકયુદ્ધ વચ્ચે ગુજરાતમાંથી દારુ પકડાવાનો સિલસિલો યથાવત છે. મહેસાણાના સાંથલ નજીક ભટારીયા ગામેથી 2.68 લાખનો વિદેશી દારુ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, સાંથલ પોલીસને બાતમી મળી હતી જેના આધારે ભટારીયા ગામ પાસે આરઓ મશીનની આડમાં લવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારુની 1044 બોટલો ઝડપી પાડી હતી. જેની બજાર કિંમત 2 લાખ 68 હજાર થવા પામે છે. આ ઉપરાંત પોલીસે આરઓ મશીન અને ગાડી સહિત કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article