વઢવાણ શહેરમાં ઐતિહાસિક ગરબીનું આયોજન કરાયું

admin
1 Min Read

વઢવાણ શહેરમાં ૧૫૦ વર્ષથી ચાલી આવતી પંરમપરા મુજબ નવરાત્રિ દરમિયાન રામી માળી જ્ઞાતિની ગરબી મંડળ દ્વારા ભવાઈ યોજવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. જ્યારે નવરાત્રિનાં નોમનાં દિવસે વહેલી સવારે માતાજીનો વેશભૂષા ધારણ કરીને અસૂરોનો સંહાર કરવાની પંરમપરા મુજબ વહેલી સવારના માતાજી વેષ ધારણ કરીને ચાચર ચોકમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. દશેરાનાં દિવસે નવચંડી યજ્ઞ યોજીને માતાજી નવરાત્રિ પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવે હતી. ઉલ્લેખનીય છે કે આસો મહિનાના શુક્લ પક્ષની દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. વિજય દશમીનો પર્વ અસત્ય ઉપર સત્યની જીત તરીકે પણ માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણના પુતળાનું દહન એ સંકેત આપે છે કે સકારાત્મક શક્તિ હંમેશા નકારાત્મક ઊર્જા પર જીતે છે. વિજયા દશમીને વણજોયું મુહૂર્ત પણ કહે છે. આ દિવસે કોઈ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન કરવામાં આવે છે તો તેમાં પૂર્ણ સફળતા મળે છે. વિજયા દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ દિવસે કરેલા કેટલાક ઉપાયો પણ સફળ થાય છે.

Share This Article