હારીજ ચાણસ્મા હાઇવે પર દાંતરવાડા ગામ નજીક સવારના સુમારે છકડો રીક્ષા લઈ જઈ રહેલા ટીંબા નો દેવીપુજક યુવાન રોડ પર ખાડો બચાવવા જતા સામે ચાણસ્મા તરફથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાતા કાર અને રિક્ષા બંને ચોકડીયોની બાવળની ઝાડીમાં ઉતરી ગયા હતા જેમાં રિક્ષાચાલક રોડ પર પટકાતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે કાર ચાલક અને અન્ય બેઠેલાનો આબાદ બચાવ થતાં ત્યાંથી ભાગી છુટ્યા હતા.મૃતક યુવાનના પરિવારજનો ને સમાચાર મળતાં ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં જયાં શોકમય આક્રંદ કરતા દ્રશ્યો સર્જાયા હતા. હારીજ સમી હાઈવે પર આવેલા ટીમ્બા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હસુભાઈ દેવીપુજક ૩૫ ખેત મજૂરી સાથે શાકભાજી અને તરબૂચનો વેપાર કરતા હતા જે વેપાર અર્થે છેલ્લા ચાર માસથી નવીન છગડો રીક્ષા નં જીજે 24 ડબલ્યુ 4030 લાવ્યો હતો.જે છગડો રીક્ષા લઇ મહેસાણા ડુંગળીનું બિયારણ લેવા સવારે જઇ રહ્યો હતો.દાંતરવાડા પાટિયા નજીક રોડ પર ખાડા બચાવવા જતા સામેથી ફોક્સવેંગન કાર નં ડીઅેલ 12 સીઅેમ 4990 સાથે અથડાતા રીક્ષાચાલક ફંગોળાઈ રીક્ષા બહાર રોડ પર પટકાયો હતો.જયાં માથામાં ઈજાઓ થઈ લોહી રોડ પર રેલાયૂ હતુ.અને રીક્ષાચાલક દિનેશભાઇ હસુભાઈ દેવીપૂજક નું ઘટના સ્થળે મોત નિપજતાં પી.એમ કરવામાં આવ્યુ હતુ.
- Advertisement -
Latest News
- Advertisement -