દેશ માં દિન પ્રતિદિન હવસખોર ની સંખ્યામાં વધારો જોવા મળે છે લોકો ને કાયદા નો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી.પોતાની હવસ મટાડવા લોકો મનફાવે તે વ્યક્તિ ને શિકાર બનાવે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યું છે જે ખુબજ દર્દનાક છે. મહેસાણાના મોઢેરા પોલીસ મથકમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કૃત્યની ઘટનાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, પટેલ રામભાઈ મણિલાલ નામના શખ્સ સામે પોક્સો કેસ હેઠળ ફરીયાદ દાખલ થવા પામી છે. પટેલ રામભાઈ બાળકીને શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરતો હતો. આ અંગે બાળકીની માતાને જાણ થતા માતાએ મોઢેરા પોલીસ મથકમાં દુષ્કૃત્ય કરનાર પટેલ રામભાઈ સામે ફરીયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે ફરીયાદ દાખલ કરી આ મામલાની તપાસ હાથ ધરી છે. તેમજ બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલવાની તજવીજ પણ હાથ ધરી છે.
- Advertisement -
Latest News
- Advertisement -