મહેસાણા : ખેરાલુ બેઠકો મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે સંપન્ન

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.  ગુજરાત વિધાનસભાની 6 બેઠકો  અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે સોમવારે સવારે 8 વાગ્યાથી મતદાન મથકો પર મતદાન શરૂ થયું હતું, સાંજે 6 વાગ્યા સુધી મતદારોએ પોતાનો મત આપ્યો હતો. રાજ્યની તમામ 6 પેટાચૂંટણી બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું .જેમાં સૌથી વધુ મતદાન થરાદ 65.47% અને સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં 31.53% નોંધાયું હતું. મતદાન બાદ દરેક ઉમેદવારોના ભાવિ હવે EVMમાં સીલ થઇ ગયા છે. 24મી ઓક્ટોબરના રોજ 6 વિધાનસભાની પેટા ચૂંટણી માટે યોજાયેલા મતદાનની મત ગણતરી કરવામાં આવશે. સોમવારના રોજ સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયા બાદના મતદાનના આંકડા પર નજર કરીયે તો સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર નોંધાયું હતું. જેમાં થરાદમાં 98.98% ટકા, રાધનપુરમાં 59.87 ટકા, બાયડ 57.81 ટકા, લુણાવાડા 47.54 ટકા, ખેરાલુ 42.81 ટકા, જ્યારે સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન નોંધાયું હતું.

Share This Article