ગુજરાત એવું રાજ્ય છે જ્યાં દારૂબંધી છે, પણ હકીકતમાં સૌથી વધારે દારૂ પકડાવાના કિસ્સા ગુજરાતમાં જ સામે આવે છે. કોઈ પણ વાર તહેવારો હોય કે ચુંટણી, દારૂબંધી હોવા છતાં લાખો કરોડોનો દારૂ પકડાતો હોય છે.
ત્યારે મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના દેરોલ પુલ નજીકથી પોલીસે મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાંથી દારૂ ગુજરાતમાં લાવવામાં આવતો હોય છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓ અવનવા ગતકડા શોધી લાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે પોલીસે દવાની આડમાં લાવવામાં આવી રહ્યો વિદેશી દારૂ કન્ટેનરમાંથી ઝડપી પાડ્યો હતો. અને બે આરોપીની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે પોલીસે 2348480 રૂ.ના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
