મહેસાણા : શ્રી સરસ્વતી વિધાલય ખાતે કાર્યક્રમની ઉજવણી કરાઈ

admin
1 Min Read

આજથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ૧પ૦મું જ્નમ જયંતી વર્ષ શરૂ થતાં ગાંધીજી પ્રતિમાને સુરતની આંટીઓ પહેરાવી રાજકીય તેમજ સામાજિક સંસ્થાઓએ તેમને શ્રધ્ધાંજલિઓ અર્પિત કરી હતી. પરંતુ, વર્ષ ૧૯પ૬થી જ મહેસાણાની બગલમાં આવેલા મીટીદાઉ ગામમાં ગાંધીજીની જન્મ જયંતી ઉજવવાની અનોખી પરંપરા છે. પરંપરા મુજબ શાળાનાં બાળકો, શિક્ષકો અને વાલીઓએ ગ્રામ સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવી દીધું હતું અને દરેક મહોલ્લાઓમાં ઘાસ અને વાંસની પટ્ટીઓથી ગાંધી કુટીરો બનાવી હતી. આ કુટીરો સામે રંગોળીઓ પુરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ગાંધીજી અને કસ્તૂરબાનો વેશ પરિધાન કર્યા હતો અને કુટીરોમાં જ સ્થાન જમાવ્યું હતું. ત્યારે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. મહેસાણાના ઉદલ પુર ગામમાં ગાંધી જયતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સરસ્વતી વિધાલય ઉદલપુર ખાતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.

Share This Article