મહેસાણા : ઊંઝાના ધારાસભ્ય ડૉ આશાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું

admin
1 Min Read

લાયન્સ પરિવાર ઊંઝા દ્વારા કોરોના જેવી મહામારી માં સેવા આપનાર ઊંઝા ના ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ APMC ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ રીંકુબેન પટેલ લાયન સુરેશભાઇ શાહ લાયન્સ પ્રમુખ ઇન્દ્રમલભાઈ કોઠારી લાયન મનોજભાઈ બાજોરીયા ઊંઝા શહેરના ડોકટરઓ,તેમજ ઊંઝાની સેવાકીય સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઊંઝા લાયન્સ ક્લબ તેમજ ઊંઝા સિવિલ હોસ્પિટલ ઊંઝા મામલતદાર સહિતની સંસ્થાઓ દ્વારા કોરોના યોદ્ધા સન્માન સમારોહ ધારાસભ્ય આશા બેન પટેલ ના પ્રમુખ પદે યોજાયો હતો

આ કાર્યકમમાં ઊંઝા ના ડૉક્ટર અશ્વિનભાઈ પટેલ. ડો તેજસભાઈ પટેલ. ડો મૌલિકભાઈ પટેલ, ડો હર્ષિદ પટેલ, ડો કામિની બેન, ડો પરેશભાઈ પટેલ, ડો.શૈલ પટેલ સહિત ઊંઝા હોસ્પિટલના અર્પિત અને આકાશનું સન્માન કરાયું હતું આ પ્રસંગે ઊંઝા શહેર ની વિવિધ સેવા ભાવિ સંસ્થા ઓનું ધારાસભ્ય આશાબેન પટેલ અને એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ ઊંઝા નગર પાલિકા ના પ્રમુખ રિનકુ બેન પટેલ દ્વારા આ કોરોના યોદ્ધા ઓનું સન્માન કરી મોમેન્ટો આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઊંઝા મામલતદાર એ પી ઝાલા સહિત વિવિધ સંસ્થાઓ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article