પાટણ નગરપાલિકામાં દર ગુરુવારે પાલિકા અપને દ્વાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતુ હોય છે. જે અંતર્ગત પાટણ શહેરમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવતા હોય છે તેમજ ગંદકીને સાફ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતુ હોય છે. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા પાલિકા અપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત શહેરની કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતી વિવિધ અરજીઓને ધ્યાને લઈ પાલિકાતંત્ર દ્વારા દબાણ અને સફાઈને લગતી કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જે અંતર્ગત કર્મભૂમિ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાનમાં રાખી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ બિસ્માર રસ્તાઓ પરના ખાડા પૂરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કર, કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિ સહિત સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. તેમજ સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરીની પ્રશંસા કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -