નાગપંચમીનો ભાતીગળ મેળો યોજાયો

admin
1 Min Read

ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલ સુપસિદ્ધ દાસજીયા ગોગા મહારાજના મંદિરે નાગ પંચમીનો ભવ્ય મેળો ભરાયો તેમજ પૂજ્ય દાદા ના દર્શનની સાથે કલાત્મક અને શણગારેલા નાગદેવતાની ભવ્ય મૂર્તિ હિંડોળાના ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો.દાસજ ગામે આશરે હજારો વર્ષો પૂર્વે દાસજની આ પવિત્ર ભૂમિ પર દાદા સ્વંયભુ માટીના રાફડામાંથી પ્રગટ થયેલા તેમ કહેવાય છે. દાદાના અને વિષના અનેક ચમત્કાર છે કુદરતી આફતોમાં પણ દાદાના શરણે જવાથી ગામને ઉગારી લીધું છે. જંગલ જેવી જગ્યા બાદ ગુજરાત અને દેશભરમાં ગોગાધામ તરીકે ખ્યાતી પામ્યું છે. આગામી શ્રાવણ વદ પાંચમને નાગ પંચમીનો મેળો ભરાયો હતો ટ્રસ્ટ તરફથી મેળાના દિવસે ભક્તોને તમામ પ્રકારની સગવડો પુરી પાડવામાં આવો હતી .

Share This Article