પાટણમાં નવરાત્રીનો માહોલ જામ્યો

admin
1 Min Read

શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વસમા માં અંબેના નવરાત્રિ પર્વનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા સહિત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નવરાત્રીની માંડવીઓમાં ભારે હર્ષોલ્લાસ અને વાજતે ગાજતેમાં અંબાની મૂર્તિની સમી સાંજે સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ નોરતામાં વરસાદી વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ ગરબા રસિકોમાં અંબાના આરાધના પર્વ એવા નવરાત્રિના પ્રથમ નોરતે હર્ષથી ઝુમ્યા હતા. ત્યારે રાજ્યમાં વરસાદે વિરામ લેતા ખેલૈયાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે અને નવરાત્રીનો માહોલ જામ્યો છે.

ત્યારે પાટણ શહેરમાં વિવિધ સોસાયટીમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં પણ રહીશોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

Share This Article