જૂનાગઢમાં સ્કૂલ વાહનચાલકોની બેદરકારી

admin
1 Min Read

ગઢ જિલ્લાભરમાં ખૂલ્લેઆમ સ્કુલ વાહનો દ્વારા મોટર વ્હીકલ કાયદાની ધજિયા ઉડાવવામા આવતી હોય તેવા દ્રશ્યો કેમેરામા કેદ થયા છે. વંથલી હાઇવે પર સ્કૂલ વાહનમાં ઘેટાં બકરાંની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામા આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જે બાબતે કોઇ ઘટના કે અકસ્માત બને તો આખરે જવાબદાર કોણ રહશે

એવો જ એક વિડિયો સામે આવ્યો છે કે જેમા સ્કુલ વાનમાં અઢાર બાળકો ઢોરની માફક ભર્યા હોય તેવુ જોવા મળી રહ્યું છે. તો કાયદા કાનુનનો અને મોટર વ્હીકલ એક્ટના નિયમનો સ્કુલના વાહનોમા ખૂલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. ખરેખર પોલિસના ધ્યાને પણ સ્કુલ વાહન આવે છે કે નહિ. તેમજ ડ્રાઈવ કરતા ડ્રાઈવરે સીટ બેલ્ટ પણ બાંધેલા હોતા નથી. આ સ્કુલના પ્રિન્સપાલને પૂછતાં જણાવ્યું હતું કે,  સ્કૂલ વાહન અમારું નથી પણ વાલીઓ દ્વારા વાહન બાંધવામાં આવે છે.  આ રીતે ચાલતા સ્કુલ વાહનો દ્વારા આકસ્મિત ઘટના બને તો આખરે જવાબદાર કોણ? ત્યારે વાલીઓને પણ જાગૃત થવાની જરૂર વર્તાઇ રહી છે.  તેવામાં નિયમ વિરુદ્ધ દોડતા સ્કુલ વાહનોની તપાસ થશે કે નહિ તો જોવાનું રહ્યું.    

Share This Article