પાટણના જીલ્લાના રાધનપુર ખાતે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા કોઈ પણ કારણ વગર અચાનક જ પરીક્ષા રદ કરવામાં આવી જેના વિરોધમાં આજ રોજ ઉમેદવારો દ્વારા રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઓફીસ આસીસ્ટન્ટ તથા બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. તેને લઈને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી માગ કરાઇ હતી. વધુ જે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે, આગામી તા . ૨૦ / ૧૦ / ૨૦૧૯ ને રવિવારના રોજ ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ઓફીસ આસીસ્ટન્ટ તથા બિનસચિવાલય કલાર્ક વર્ગ – ૩ ની પરીક્ષા યોજાનાર હતી. પરંતુ અચાનક તા . ૧૧ / ૧૦ / ૨૦૧૯ ના રોજ કોઈ જ કારણ દર્શાવ્યા વગર આ પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને લઈને આ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા રાધનપુર નાયબ કલેકટરને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી.