હવે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓની દિવાળી સુધારી શકે છે સરકાર…થઈ શકે છે નવી સ્કીમ જાહેર

admin
1 Min Read

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી જેમાં સરકારી કર્મચારીઓ માટે મહત્વની સ્કીમોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે નવી સ્કીમ જાહેર કરી શકે છે.

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સાથે મળીને વિત્ત રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને બહાર લાવવાના પ્રયત્નમાં લાગી ગયા છે. વિત્ત રાજ્ય મંત્રીએ જણાવ્યું કે અર્થવ્યવસ્થાની હાલત સુધારવા માટે કેન્દ્ર સરકાર આગળ પણ જરૂરી પગલા લેવા માટે તૈયાર છે.

તેમણે એ વાતના પણ સંકેત આપ્યા છે કે જલ્દી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ LTA (લીવ ટ્રાવેલ એલાઉન્સ) તસવીર સ્પષ્ટ કરવામાં આવશે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને LTA લાભ આપવાને લઈને અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ઘણું જલ્દી તે કર્મચારીઓ વિશે સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. જેમણે નવી ટેક્સ સિસ્ટમ અપનાવી લીધી છે કે જેમણે પહેલા જ LTAનો લાભ લઈ લીધો છે. આવનાર સપ્તાહમાં આ વિશે સ્પષ્ટીકરણ જારી થઈ શકે છે.

Share This Article