પંચમહાલ : હાલોલમાં કોરોનાના કેસ નોંધાતા શાકમાર્કેટ બંધ કરવામા આવ્યું

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના હાલોલ નગરમાં કોરોનાનો રાફડો ફાટતા હાલોલ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે આજે હાલોલ નગર પાલીકા ના ચીફ ઓફિસર, પાલીકા પ્રમુખ સહીતની ટીમ શાકમાર્કેટ માં શાકભાજીની લારીઓ ઉપર થતી ભીડ દૂર કરવા તમામ લારીઓ ખસેડી દેવામાં આવી હતી. તમામ શાકભાજી ના વેપારીની પોતાની લારી એક જગ્યા એ ઉભી નહિ રાખી ફરતી લારી રાખી વેપાર કરવાનું સૂચના આપવામાં આવી હતી.

 

 

પાલીકા દ્વારા એક સપ્તાહ પહેલા સ્વૈચ્છિક સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી સંમતીથી દબાણ કર્યા વગર બંધ રાખવા સૂચન આપી હતી. શાકભાજી વાળાને પોતે માસ્ક પહેરવું અને ગ્રાહક ને પણ માસ્ક પહેરવા જણાવ્યું હોવા છતાં લોકો દરકાર કાર્ય વગર માસ્ક વગર ફરતા જોવા મળતા હતા સૂચના આપી હોવા છતાં પણ કોઈ ફેર ના પડતા છેલ્લા ઘણા દિવસ થી નગર સહીત તાલુકામાં કોરોનાના કેસ માં વધારો થતો હોવાથી આજે વહીવટી તંત્ર હરકત માં આવી શાકમાર્કેટ આખું ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. અને તમામ લારી વાળાને પોતાની લારી ફરતી રાખવા જણાવ્યું હતું .

Share This Article