સાબરકાંઠા : ઈડર પ્રાંત કચેરી ખાતે યોજાઈ બેઠક

admin
1 Min Read

– કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ ઈડર પ્રાંત કચેરી ખાતે વેપારીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ઈડર શહેરમાં આંશિક લોકડાઉનની લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  મળતી માહિતી મુજબ, ઈડર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લઈ ઇડર પ્રાંત કચેરી ખાતે વેપારી અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી આ બેઠકમાં 30 એપ્રિલ સુધી સાંજે ચાર વાગ્યા બાદથી બીજા દિવસ સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

 

 

વેપારી એસોસીએશન દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યુ હતું. તેમજ જો ચાર વાગ્યા બાદ જે દુકાનો ખુલ્લી હશે તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના કારણે હાલ રાજ્ય સરકાર દ્વારા તો કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી નથી. પરંતુ જે તે જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

Share This Article