પાટણ : હોસ્પિટલોમાં રોજની 1 હજાર ઓક્સિજન બોટલનો વપરાશ

admin
1 Min Read

પાટણ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ અને  આસપાસના જિલ્લાઓમાં બેડની અછત સર્જાતા દર્દીઓ પાટણમાં સારવાર માટે આવી પહોંચતા શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાઈ જવા પામ્યા છે.અને દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર હોઈ ઓક્સિજનનો રોજનો એક હજાર બોટલનો વપરાશ થઇ રહ્યો હોઈ સામે સપ્લાય મર્યાદિત હોઈ અછત સર્જાઈ રહી છે,જેને લઇ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા ડોકટરો દર્દીઓ દાખલ કરવાનું ટાળવા લાગ્યા છે

 

 

.પાટણ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓથી બેડ ભરાઈ જવા પામ્યા છે.ત્યારે 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર હોઈ રોજનો ઓક્સિજનનો વપરાશ વધતા સપ્લાયર પૂરો ન પાડી શકતા શહેરમાં ઓક્સિજનની અછત ઉભી થતા હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરવા માટે ડૉક્ટર મુશ્કેલીમાં મુકાયા છે.અને દર્દીઓ દાખલ કરવાની ટાળી સરકારી હોસ્પિટલોમાં રીફર કરી રહ્યા છે.શહેરમાં સપ્લાયર એજન્સીનું માનીએ તો છેલ્લા દસ દિવસમાં ઓક્સિજનનો 500 ઘણો વપરાશ વધી જવા પામ્યો છે.અંદાજે હાલમાં શહેરમાં 24 કલાકમાં એક હજાર ઓક્સિજન બોટલો ફક્ત હોસ્પિટલો જ ખાલી થઇ રહી છે.ઉપરથી ઓક્સિજન પૂરતો ન મળતા સપ્લાય કરવા માટે પહોંચી વળી શકતા નથી

Share This Article