
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ રોડ પર વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થતા અકસ્માતનો ભય. કાલોલ ના મલાવરોડ ઉપર મહાકાય વૃક્ષોની ડાળીઓ રોડ પડવાથી ટ્રાફિક સમસ્યા સજૉય હતી. જે દર ચોમાસામાં આવા નમી ગયેલા વૃક્ષોનીડાળીઓ પડવાની ઘટનાઓ બનતી રહેછે.ભૂતકાળમાં માં વૃક્ષોની ડાળીઓ પડવાથી કેટલાક નો લોકો ભોગ પણ બનેલા છે.જેથીઆ મલાવ રોડ હાલ જે નમી ગયેલા વૃક્ષો પણ તંત્ર દ્વારા વહેલી તકે હટાવવાથી ભવિષ્ય ની કોઈ અકસ્માત કે જાનહાનિ અટકાવી શકાય તેમ છે. જી.ઈ. બી.દ્વારા પણ આવા નમી પડેલા વૃક્ષો અને ડાળીઓ હટાવવાની કામગીરી સત્વરે શરૂ કરે તેવીમાંગ ઉઠી છે.વારંવાર ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાથી કોઈ નિર્દોષ નું મોત ન થાય તેવું આગોતરું આયોજન થાય તે આવકાર્ય છે.આ માર્ગ એકમાર્ગી રોડ હોવાથી વૃક્ષો પડવાના કારણે વાહનવ્યવહાર ને પણ અસર પડે છે
