પંચમહાલ- હાલોલ રૂરલ પોલિસે કંજરી ગામે જુગારધામ પર છાપો માર્યો

Subham Bhatt
2 Min Read

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામે નાયક ફળીયામાં તળાવ પાસેના ખેતરના ખુલ્લામેદાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 6 ખેલીઓને 27,500/- રૂપિયાની રોકડ રકમસાથે ઝડપી પાડયા હતા જેમાં પોલીસે ઝડપાયેલા 6 ખેલીઓને અટકાયત કરી તેઓની સામેજુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલરૂરલ પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળીહતી કેહાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ નાયક ફળિયામાં તળાવની બાજુમાં ખેતરના ખુલ્લામેદાનમાં કેટલાક ઇસમો જાહેરમાં ભેગા મળી પત્તા પાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમી રહ્યાછે જે બાતમીના આધારે પોલીસ ટીમે કંજરી ગામે નાયક ફળીયામાં આવેલ તળાવની બાજુમાંખેતરના ખુલ્લા મેદાનમાં છાપો મારતા કેટલાક ઇસમો જાહેરમાં ટોળે વળી અંગત ફાયદા સારું પત્તા પાનાનો જુગાર રમતા હતા

Panchmahal: Halol Rural Police raided a gambling den in Kanjari village

જેમાં એકાએક પોલીસે રેડ કરતા પોલીસને જોઈને જુગાર રમતાખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાં નાસભાગ કરી રહેલા ખેલીઓને પોલીસે ઘેરોઘાલી ઝડપી પાડતા જુગાર રમતા 6 ખેલીઓ (1) પ્રવીણભાઈ ભરતભાઈ પરમાર (2) જગદીશભાઈરયજીભાઈ પરમાર (3) મુકેશભાઈ સંજયભાઈ નાયક (4) ગણપતભાઈ મંગળસિંહ પરમાર (5)રમેશભાઈ વિક્રમભાઈ નાયક (6) રામસિંહ ચંદ્રસિંહ પરમાર તમામ રહે કંજરી તા.હાલોલનાઓપોલીસના હાથે ઝડપાઇ ગયા હતા જેમાં જુગાર રમતા રંગેહાથ ઝડપાયેલ ખેલીઓની અંગજડતીકરતા તમામ 6 ઈસમો પાસેથી પોલીસને 15,000/- રૂપિયાની રોકડ રકમ અને દાવ પર લાગેલી12,500/- ની રોકડ રકમ મળી કુલ 27,500/- રૂપિયાની રોકડ રકમ મળી આવતા પોલીસે મુદ્દામાલસાથે તમામ 6 ખેલીઓની અટકાયત કરી તેઓની સામે જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે.

Share This Article