પંચમહાલ- હાલોલ ખાતે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો

Subham Bhatt
1 Min Read

હાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે શનિવારે શહેરી વિસ્તારનો 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારાયોજવામાં આવ્યો હતો જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આઠમાતબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત ઉપસ્થિત અધિકારીઓ અનેપદાધિકારીઓ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો જેમાં છેવાડાનો પ્રત્યેક માનવી સરકારની એક પણ લાભકિય યોજનાઓનાલાભથી વંચિત ન રહે અને સરકાર દ્વારા આપવામાં આવતી લાભકિય યોજનાઓની સહાય તેમજ પોતાના પ્રશ્નોના નિરાકરણએક જ સ્થળેથી એક જ સમયે કરી શકે અને વિવિધ યોજનાકીય લાભોના કામો તેમજ પોતાને લગતા જરૂરી દસ્તાવેજ એક જસ્થળે એક જ સમયે બનાવી શકે તે હેતુથી યોજાયેલા આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લઈ પોતાના કામો કરાવ્યા હતા

The 8th phase of Sevasetu program was held at Panchmahal-Halol

જ્યારે વિવિધ લાભાર્થીઓને મળવાપાત્ર યોજનાકીય સહાયના લાભો સ્થળ પરથી ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે આપવામાં આવ્યા હતા તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓદ્વારા લાભાર્થીઓના મહત્વના દસ્તાવેજો સ્થળ પરથી બનાવી આપવામાં આવ્યા હતા આ પ્રસંગે હાલોલ નગરપાલિકાના પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ, ઉપપ્રમુખ શીતલભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન પ્રમોડસિંહ રાઠોડ સહિત નગર પાલિકાનાસદસ્યો તેમજ લાગતા-વળગતા તંત્રના અધિકારીઓ અને હાલોલ ભાજપા સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Share This Article