Connect with us

પાટણ

પાટણ- જાયન્ટસ પીપલ્સ ફોઉન્ડેશન દ્વારા ૨૦૦મો પ્રોજેકટ કરાયો

Published

on

પાટણ શહેરમાં જાયન્ટ ગ્રુપ પાટણ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન અવાર નવાર કરતાં હોય છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૯૯ જેટલા વિવિધ સેવાના પ્રોજેકટો હાથમાં લેધા છે અને પૂરા કર્યા છે. ત્યારે પાટણ શહેરમાં જાયન્ટ ગ્રુપ પાટણ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જાયન્ટ ગ્રુપ દ્વારા 199 જેટલા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે આજરોજ જાયન્ટસ પીપલ્સ ફોઉન્ડેશન અંતર્ગત જાયન્ટસ પાટણ દ્વારા 200 માં પ્રોજેક્ટ અંતર્ગત કેશવવાડી બુકડી પાટણ ખાતે વિવિધ સમાજની 101 દીકરીઓને ભોજન તથા પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બા આપી કુમકુમ તિલક સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જાયન્ટસ પાટણ પરિવારે બાળાઓને જમાડીને સેવાનો લાભ લીધો હતો. સેવાકીય કાર્યમાં અર્જુનભાઈ મોદી અને ભરતભાઇ પટેલે સહયોગ આપ્યો હતો. જાયન્ટ ગ્રુપના પ્રમુખ નટુભાઇ દરજી, સેક્રેટરી પી.એન.પટેલ, ખજાનચી નૈમેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાટણ

પાટણ : એન સી સી કેડેટ્સની તાલીમ યોજાઇ

Published

on

આજના યુવાનોમાં ભારતીય સૈન્યને લગતી એનસીસી કેડેટ્સની તાલીમનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે . યુવાનોમાં રાષ્ટ્રપ્રત્યેની દેશ દાઝ જાગેતે માટે દેશના તમામ રાજયોમાં એનસીસીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સેવન બટાલીયન એનસીસીના કર્નલ ગૌરવ શર્માની ઉપસ્થિતિ વચ્ચે નવ દિવસીય એન.સી.સી. કેડેટ્સના તાલીમાર્થીઓ માટે સી- < કેમ્પનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
.પાટણ યુનિવર્સિટી કેમ્પર્સના ગ્રાઉન્ડ ખાતે મહેસાણા અને પાટણ જિલ્લાના એનસીસી કેડેટ્સના તાલીમાર્થીઓને એનસીસીના વિવિધ નિતી નિયમોથી સજજ કરવા માટે આજથી નવ દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં 359થી વધુ એન. સી. સી. કેડેટ્સના તાલીમાર્થીઓને સી સર્ટીફીકેટથી સજ્જ કરવા માટે આ કેમ્પમાં ગુજરાત સેવન બટાલીયનના એન સી સી કર્નલ ગૌરવ શર્માની આગેવાની હેઠળ તમામ તાલીમાર્થીઓને ફીજીકલ ફિટનેશ સહિત હથિયાર, પ્રમાણિકતા, ડીસીપ્લીન અને કેડર્સના નિયમોથી સજ્જ કરવાની સાથે ફાયરિંગની તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં જોડાયેલા એન સી સી કેડેટ્સના તાલીમાર્થી ઓને પ્રથમ દિવસે કર્નલ ગૌરવ શર્મા દ્વારા આપવામાં આવેલા વિવિધ માર્ગ દર્શનનું પાલન કર્યું હતું.

Continue Reading

પાટણ

પાટણ-પાટણના યુવાન બીએસએફમાં પાંદગી થતાં સન્માન કરાયું

Published

on

આજના યુવાનો આર્મીમાં જવા માટે આતુર હોય છે. અને તનતોડ મહેનત કરતા હોય છે. યુવા વર્ગ પોતાની ઇચ્છાને પૂરી કરવા માટે ખુબજ મહેનત કરે છે. ત્યારે પાટણ શહેરની દેવદર્શન સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જગદીશભાઇ ભીલની બીએસએફમાં પસંદગી થતા આજરોજ તેઓનું સન્માન કરાયું હતું. તેઓ જમ્મુ કાશમીરમાં છ મહિના ટ્રેનિંગ લઈને પાટણ પરત આવતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ હતી,

અને તમામ રહીશો દ્વારા સન્માન કરાયું હતું. તેમનું પોસ્ટિંગ હવે પછી કરવામાં આવશે. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ કે પટેલ, તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહયા હતા. બીએસએફ જવાનના પિતા પાટણ નગરપાલિકામાં ફરજ બજાવે છે. ચિંતન ભીલે જણાવ્યું હતું કે તેમનામાં બાળપણથી જ દેશદાઝે રહેલી છે, અને આજે તેમનું સપનું સાકાર થતાં તેઓ સંતોષ અનુભવી રહ્યા છે.

Continue Reading

પાટણ

પાટણ-જિલ્લાના તલાટીમંત્રી ઓએ આપ્યું આવેદન

Published

on

પાટણ જિલ્લાના રાધનપર ખાતે તાલુકાના તલાટીક્મ મંત્રીઓએ આજે રાધનપુર ખાતે નાયબ કલેકટર મામલતદાર કચેરી ટીડીઓને પોતાના પડતર પ્રશ્નોને લઇને આવેદન આપવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના તમામ તલાટીઓએ આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્ય તલાટીકમમંત્રી મહામંડળના આદેશ મુજબ રાધનપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટીકમ મંત્રીઓની પડતર માંગણી બાબતે પ્રાંત અધિકારી રાધનપુરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લાના તલાટીમંત્રીઓએ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આગામી મહિના દરમ્યાન તબક્કાવાર કરવાના થતા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. જેમાં તાલુકાના સમગ્ર તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા

Continue Reading
ગુજરાત4 weeks ago

ભારત-કંગનાના નિવેદન પર અનેક રાજકીય આગેવાનોએ પ્રતિભાવો આપ્યા

ગુજરાત2 weeks ago

ગુજરાત-સરકારી ભરતી માટે તૈયારી કરતાં ઉમેદવારો

ગુજરાત4 weeks ago

ભારત-વિશ્વની 6 મોટી કંપનીઓની જાહેરાત-2040થી પેટ્રોલ, ડીઝલની ગાડી નહીં બનાવે

ગુજરાત2 weeks ago

ગુજરાત-દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે

ગુજરાત4 weeks ago

ગુજરાત-દ્વારકાના સલાયામાં બે શખ્સોનાં ઘરમાંથી 46 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત2 weeks ago

ગુજરાત-રાજયમાં 4.55 કરોડને પહેલો, 3.24 કરોડને બન્ને ડોઝ આપી દેવાયા

ગુજરાત4 weeks ago

ગુજરાત-દિવાળીની રજાઓ બાદ રાજ્યમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા

ગુજરાત2 weeks ago

ભારત-આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા પરત લેવાશે

Trending