પાટણ : આસ્થાના પ્રતીક સમાન ફૂલોના ગરબા આર્થિક રીતે ગરીબ પરિવારોની રોજીરોટીનું સાધન બન્યું

admin
1 Min Read

હિન્દુ ધર્મમાં તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે.  ભારતીય સંસ્કૃતિમાં વિવિધ દેવી-દેવતાઓના ઉત્સવ પર ઉજવતા હોય છે.  ત્યારે ચૈત્ર મહિનામાં માતાજીના ફૂલોના ગરબાનું સવિશેષ મહત્વ રહેલું છે. અને આ મહિનામાં લોકો પોતાની મનની મનોકામનાઓ પૂરી થાય ત્યારે માતાજીની બાધા આખડી માતાજીને ગમતા ફૂલોના ગરબા ચઢાવતા હોય છે. ત્યારે આ આસ્થાના પ્રતીક સમાન ફૂલોના ગરબા આર્થિક રીતે ગરીબ પરિવારોની રોજીરોટીનું સાધન પણ બની રહે છે. પાટણ શહેરમાં યુનિવર્સિટીના બીજા દરવાજા પાસે વામૈયા ગામના રાવળ સમાજનો પરિવાર જે દર વર્ષે ચૈત્ર મહિનામાં ફૂલોના ગરબા બનાવે છે.

 

 

ત્યારે ચૈત્ર મહિનાની શરૂઆત થઇ છે. આ પરિવારે  ફૂલોના ગરબા બનાવવાનુ શરૂ કર્યું છે. વામૈયા ગામના દશરથભાઈ રાવળ અને તેમના પત્ની ફૂલોના ગરબા બનાવવાનું કામ કરે છે અને રોજીરોટી મળે છે. ગતવર્ષે લોકડાઉનના કારણે આ પરિવારની હાલત દયનિય બની હતી. પરંતુ ચાલુ સાલે પણ કોરોના કાળ વચ્ચે આ પરિવારે ફૂલો ના ગરબા બનાવવાનું શરૂ કર્યું છે. આ ગરબાની કિંમત 851 રૂપિયાથી શરૂ થાય છે. અને લોકો યથાશક્તિ પ્રમાણે પૈસા આપી ગરબા લેતા હોય છે. ઓર્ડર પ્રમાણે ગરબા બનાવે છે. અને એક ગરબો બનાવતા એક દિવસ લાગે છે. આમ માતાજીના આસ્થાના પ્રતિક સમાન ગરબા કોઈ આવા પરિવારોની રોજીરોટી બની રહે છે

Share This Article