પાટણ : ખેડૂતોની ખેતપેદાશો માટે હરાજીના વાર નક્કી કરવામાં આવ્યા

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોની હાલત કફોડી બની છે.પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર,આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ કટિબદ્ધ થયા છે.અને જરૂરી તમામ કામગીરી કરી રહ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે તો સાથે સાથે લોકોના કોરોના રિપોર્ટ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે

 

 

.ત્યારે પાટણના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો કોરોનાના સંક્રમણમાં ના આવે તે માટે ઉત્પન્ન બજાર સમિતિમાં ખેતપેદાશો વેચવા માટે આવતા ખેડૂતોની ખેતપેદાશો માટે હરાજીના વાર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સોમવાર અને મંગળવારના દિવસે એરંડા,રાયદો અને સરસવની હરાજી કરવામાં આવશે તો બુધવાર અને ગુરુવારના દિવસે જીરૂ,વરિયાળી,મેથી સુવા અને અજમાની હરાજી કરવામાં આવશે તો સાથે સાથે શુક્રવાર અને શનિવાર ના દિવસે અનાજ કઠોળ અને રાયડાની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી ઉમેષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું

Share This Article