પાટણ : જિલ્લાના મુખ્ય અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી

admin
2 Min Read

પાટણ શહેર સહિત જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના કહેર વધ્યો છે.સતત 100 થી વધારે કેસ આવી રહ્યા છે.જેમાં પાટણ શહેર અને તાલુકાના ગામડાં બાદ ચાણસ્મા , સિદ્ધપુર , સરસ્વતી અને સમી તાલુકાના ગામડાઓમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સર્વેલન્સમાં પણ ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા હતા.ત્યારે  જિલ્લાના કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડા આ ત્રણેય મુખ્ય અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે સર્વેલન્સમાં પાટણ શહેરમાં વોર્ડ 4,5 અને 11 માં વધુ કેસો જોવા મળી રહ્યા છે . જિલ્લામાં સર્વેલન્સ દરમ્યાન 19 ગામો છે. જેમાં દરેક ગામમાં અને વોર્ડમાં 3-3 ટિમો બનાવી સર્વેલન્સ , ટેસ્ટિંગ અને જાગૃતિ અને દવા માટે ધવંતરિ રથની ટીમ ફરી કામગીરી કરી રહી છે . બેડ માટે નવા વોર્ડ શરૂ કરાઈ રહ્યા છે

 

.હાલમાં એકપણ હોસ્પિટલમાં ઓક્સિજન ની કમી નથી.સરકાર સપ્લાય કરી રહી છે.અને ઇજેક્શન મળી રહ્યા છે .જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં કુલ એક્ટિવ કેસ પૈકી ગામડાઓમાં 182 ગામોમાં 531 કેસ છે.ગામડાઓમાં વધતા સંક્રમણ અટકાવવા માટે અને દર્દીઓને સારવાર માટે 15 પી.એચ.સીમાં બેડ ની વ્યવસ્થા કરી ઓક્સિજન મળે માટે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે . કોરોના અસરગ્રસ્ત 46 ગામોમાં સર્વેલન્સ કામગીરી કરી વધુમાં વધુ ટેસ્ટિંગ થાય અને કેસો બહાર આવે માટે પ્રયાસ થઇ રહ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોરોનામાં અત્યાર સુધી સુરક્ષા માટે માસ્ક માટે 7 હજાર લોકોને દંડ આપ્યા છે. 188 મુજબ 1900 સામે કેસ અને 3000 વાહનો ડિટેઇન કર્યા છે.હાલમાં 109 કન્ટમેન્ટઝોન છે.જેમાં પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત ગાઈડ લાઇનનું પાલન કરાવી રહી છે.સ્વયંભૂ લોકડાઉનમાં લોકોને કામ સિવાય ફરે તો કાર્યવાહી કરાઈ રહી છે

Share This Article