પાટણ : પાટણમાં લોકડાઉન મામલે વિરોધાભાસ જોવા મળ્યો

admin
1 Min Read

પાટણ જિલ્લામા કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થતાં તેમજ પાટણ જિલ્લા વહીવટીતંત્ર પાસે આ મહામારી ને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં ભરવા છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા ૨૦એપ્રિલથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લોકડાઉન  જાહેર કરવામાં આવ્યુ છે.પાટણ નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં પાટણ પ્રાંત અધિકારી અને પાટણના વેપારીઓની વચ્ચે લોકડાઉન  ના મામલે વિરોધાભાસ જોવા મળ્યો હતો.

વેપારીઓનાં અસંતોષ વચ્ચે બંધને કેવું સમર્થન મળે છે તે જોવું રહ્યું  હાલમાં મોટા ભાગના વેપારીઓમા લોકડાઉન મામલે આક્રોશ જોવા મળી રહ્યો છે.આજની આ બેઠક મા માત્ર દૂધ અને દવા મેડીકલ સેવાઓને જ પરવાનગી આપવામા આવી છે કરીયાણાના તેમજ અન્ય જરૂરિયાતને લોકડાઉનનો આદેશ આપ્યો છે .પાટણ જિલ્લા વહીવટીતંત્ર ના આ નિર્ણય સંક્રમણ રોકવા લેવાયો છે પરંતુ કોઈજ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. સાથે સાથે જિલ્લા બહારથી આવન જાવન પર પ્રતિબંધ મુદ્દે અસમજસ ઉભી થઇ છે

Share This Article