પાટણ : પાટણ શહેરમાં વ્યવસાય કરવા માટે કોરોના વેક્સિન ફરજિયાત પણ વેક્સિનની અછત

admin
1 Min Read

પાટણ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ ને અટકાવવા વધુમાં વધુ લોકો કોરોનાની વેકસીન લે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ત્યારે તાજેતરમાં પાટણ નગરપાલિકાએ લીધેલા નિર્ણય પ્રમાણે પાટણ શહેરમાં વ્યવસાય કરવા માટે કોરોના વેક્સિન ફરજિયાત કરી છે. જેને લઈ વેપારીઓ સામેથી વેક્સિન લેવા માટે કેન્દ્ર પર જઈ રહ્યા છે.પરંતુ પાટણ શહેરમાં કોરોના ની રસી ખૂટી જવાથી વેપારીઓ સહિત શિક્ષિત લોકો પણ વેક્સિન કેન્દ્રના ધક્કા ખાવા પડી રહ્યા છે.

વેક્સિન લેવા બે દિવસથી ધક્કાખાઈ પાટણ સિવિલમાં વેક્સિન લેવા આવેલા વેપારી જયંતીજી ઠાકોરે જણાવ્યું હતું કે એક તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ફરજિયાત વેક્સિન લેવાનો આગ્રહ કરી રહ્યા છે અને જે પણ વેપારી વેક્સિન નહિ લે તેને ધંધો-રોજગાર કરવા દેવામાં નહી આવે પરંતુ છેલ્લા બે દિવસથી અમે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની વેકસીન લેવા જઈએ છીએ પરંતુ રસીનો ડોઝ ના હોવાને કારણે અમને રસી મળતી નથી

Share This Article