પાટણ- ખેતરમાં પાઇપલાઇન નાખવા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ

Subham Bhatt
1 Min Read

પાટણ જીલ્લાના રાધનપુરના સાથલી ગામે એચપીસીએલ દ્વારા ખેતરમાં પાઇપલાઇન નાખવા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતામામલતદારને દોડી આવ્યા હતા. હંગામાને પગલે હાલ કામ અટકાવવામાં આવ્યું છે.સાંતલપુર અને રાધનપુર પંથકમાં જે નિર્જનવિસ્તાર છે અને આ વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ લાવવામાં આવે છે જેને યોજનાઓના રૂપકડા નામ આપવામાં આવે છે ત્યારે ખેડૂતો સાથે ક્યાંક અન્યાય થઇ રહ્યા નો વિરોધ વારંવાર બહાર આવે છે

Patan: Farmers protest against laying of pipeline in farms

સાંતલપુર રાધનપુર પંથકના ભારતમાલા પ્રોજેક્ટ લાઈન,પીવાના પાણીની પાઈપ લાઈન,થાંભલા નાંખવાની કામગીરી આવી બધી જાહેર હિતનીકામગીરીમાં ખેડૂતોનો વિરોધ એટલા માટે હોય છે કે અહીં વહાલા દવલાની નીતિ અખત્યાર થાય છે ખેડૂતો ને જંત્રી મુજબભાવ આપવાના હોય છે ત્યારે એચપીસીએલ કંપની દ્વારા સાંથળી ગામ નજીક ખેતરમાંથી પાઇપ લાઈન જે રાજસ્થાન સુધીનાંખવાની કામગીરી હાથ ધરાઇ છે.પરંતુ એચપીસીએલ કોન્ટ્રાક્ટર ,પેટા કોન્ટ્રાકટર અને સરકાર ના કેટલાક અધિકારીઓ ની મીલીભગતને લઈ ખેડૂતોને જંત્રી ના ભાવ મળતા નથી જેને લઇને ખેડૂતોએ વિરોધ કર્યો હતો

Share This Article