કારતક સુદ લાભ પાંચમનો તહેવાર હર્ષ અને ઉલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો. લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ કહેવાય છે. તેને સૌભાગ્ય લાગ પાંચમ પણ કહેવામાં આવે છે. આ દિવસે જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારૂ ભાગ્ય અને ઉન્નતિ થાય છે. નવા વર્ષ બાદ લાભ પાંચમનો દિવસ કામકાજ શરૂ કરવા માટે પહેલા દિવસ માનવામાં આવે છે
ત્યારે લાભ પાંચમના દિવસે પાટણના મહેમદપુર નજીક આવેલ પારવિયા વીર દાદાના મંદિર ખાતે લાભ પાચમના દિવસે દાદાના પરિસર ખાતે ભવ્ય મેળો પણ ભરાયો હતો. આ મેળામાં સંખારી ગજા અને ગદોસણ સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં દાદાના દર્શને આવે છે. મેળામાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને દાદાની ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી. તેમજ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ચા-પાણી તથા પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.