પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા ખાતે જનવેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સરકાર દ્વારા સત્વરે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં આવે તેવી માંગ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. આ કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ દ્વારા પ્રધાનમંત્રીની દેખરેખમાં ચાલતી ફસલ વીમા યોજનામાં કરોડો રૂપિયા ખેડૂતોએ ભર્યા હોવા છતાં કંપનીઓ દ્વારા વીમો ચુકવવામાં ઠીંગો બતાવવામાં આવી રહ્યો હોવા છતાં સરકાર મૌન રહેતી હોવાનું જણાવી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સરકાર દ્વારા ખેડૂતો યુવાનો અને પ્રજાના પ્રશ્નો સત્વરે હલ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ,રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ ,જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહીત જિલ્લાના પૂર્વ ધારાસભ્યો ,હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા ખાતે જનવેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સરકાર દ્વારા સત્વરે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં આવે તેવી માંગ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -