પાટણ : શહેર સહિત સિદ્ધપુર પંથક અનેક વિસ્તારોમાં વરસાદ

admin
1 Min Read

ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. પરંતુ આ પહેલા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ડાંગ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. તો પાટણ શહેર સહિત સિદ્ધપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે . જેમાં પહેલા ધૂળની ડમરી ઉડ્યા બાદ પાટણમાં ઝરમર વરસાદ સહિત સિદ્ધપુર પંથકના કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા .

તૈયાર પાકને લઇ ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે . જેમાં પાટણ અને સિદ્ધપુર પંથક અનેક વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી . બીજી તરફ તૈયાર પાકોને લઈ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે .બાજરી જેવા ઉભા પાકો ખેતરોમાં પથરાઈ ગયા હતા .હાલ તૈયાર પાકોમાં વરસાદ થતાં ખેડૂતો ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે

Share This Article