રાજકોટ : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડ્યો ઝરમરથી ભારે વરસાદ

admin
1 Min Read

છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. જેમાં વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે

અને વરસાદની મોસમ શરૂ થતાં જ રાજકોટમાં અસર જોવા મળી છે તો થોડો વરસાદ પડતાં જ ગોંડલ રોડ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે.પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. તો વરસાદ થતાની સાથે જ રસ્તા પર પાણી ભરાવાથી પણ લોકોને મુશ્કેલી પડી છે. આ ઉપરાંત ગોંડલ ચોક બ્રીજનું કામ ચાલી રહ્યું છે જે આશરે 2 વર્ષથી ચાલી રહ્યું છે. ત્યારે આ કામ તાકીદે પૂર્ણ કરવા રાજકોટ મેયર દ્વારા સુચના આપવામાં આવી છે.

Share This Article