સમગ્ર દેશભરમાં સત્ય અને અહિંસા ના પૂજારી રાષ્ટ્પિતા મહાત્મા ગાંધી ની 150મી જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા પાસે આવેલ ગાંધી બાપુ ની પ્રતિમાએ ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો એ બાપુની પ્રતિમાને માલર્પણ કર્યું હતું તો સાથે સાથે ભારત વિકાસ પરિષદ પાટણ અને મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા પણ બાપુ ને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ બાપુના મૂલ્યો અને આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા અને ગાંધી બાપુ અમર રહો ના નારા લગાવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ,સુરેશભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ લાલેશ ઠક્કર સહિત ભાજપ કોંગ્રેસ અને સેવાભાવી સંસ્થોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -