પાટણ : રેલવે ફાટક ઓળંગવા મજબુર બન્યા વિદ્યાર્થીઓ

admin
1 Min Read

પાટણ એ શૈક્ષણિક નગરી છે અને પાટણમાં યુનિવર્સિટી તેમજ વિવિધ કોલેજો આવેલી છે. ત્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન કેમ્પમાં 6 જેટલી કોલેજો અને 2 ઈંગ્લીશ મીડીયમ શાળાઓ પણ આવેલી છે. ત્યારે અહીં આવેલ રેલ્વે ફાટક ઉપર વિદ્યાર્થીઓ જીવ ના જોખમે અપડાઉન કરતા હતા. જેને લઈ અંડર બ્રિજ બનાવવાની તીવ્ર માંગ ઉઠી હતી. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ના હોઈ નજીવા વરસાદમાં પણ આ અંડર બ્રિજ ભરાઇ જાય છે. ત્યારે તાજેતરમાં જ પડેલ વરસાદને પગલે અહીં પાણી ભરાઈ જવા પામ્યા હતા.જેને પગલે અંડર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી કેમ્પસમાં અભ્યાસ કરતા આશરે પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીં આવેલ રેલ્વે ફાટક ઓળંગી રહ્યા છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય તો એની જવાબદારી કોની?

Share This Article