પાટણ : હારીજ માં વાતાવરણમાં આવ્યો પલ્ટો

admin
1 Min Read

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે અાખો દિવસ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદને પગલે રાધનપુરમાં પોણા સાત, હારીજમાં સાડા ચાર, પાટણમાં ચાર ,સિદ્ધપુરમાં સાડા ત્રણ, સરસ્વતીમાં ત્રણ ,સાતલપુર ત્રણ તેમજ ચાણસ્મા અઢી, શંખેશ્વરમાં ત્રણ , સમીમા બે ઇંચ વરસાદ ખાબકતા ચારેતરફ પાણી ભરતા થયા હતા . રાધનપુરમાં ઉભી બજારમાંથી ઢીચણ સમા પાણી ભરાતા વેપારીઓની દુકાનો માં પાણી ઘુસી ગયા હતા.શહેરના વલ્લભનગર, વિઠ્ઠલનગર, સોનલનગર, સરસ્વતીનગર, રવિધામ, ગ્રીનપાર્ક સહિતના અનેક વિસ્તરોમાં પાણી ભરાયા હતા. ઉમેદવારીપત્ર ભરવા આવેલા પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના અાગેવાનોને ઢીંચણ સમા પાણીમાંથી ગાડીઓ કાઢવાનો વારો આવ્યો હતો.પાટણમાં સિધ્ધપુર ચાર રસ્તાથી માંડી આનંદ સરોવર સુધી પાણી ભરાયા હતા જેને પગલે દત્તાત્રેય સોસાયટી,ટેલિફોન એક્સચેન્જ રોડ અને મિનળ પાર્ક કર્મભૂમિ મહાદેવ નગર સહિતની સોસાયટીતેમજ આનંદ સરોવર ઓવરફલો થતાં ગાયત્રી મંદિર પાછળ ચિત્રકૂટ નગર શ્રીનગર યોગેશ્વર પાર્ક રામ પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઇ જતાં લોકો ઘરમાં કેદ થઇ ગયા હતા .કેટલાક ઘરોમાં પાણી ઘૂસતા સરસામાન બીજા માળે ચડાવી દેવાયો હતો.

Share This Article