વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ

admin
2 Min Read

કેશોદ રેન્જમાં આવતા સોંદરડા ગામે ગીર સોમનાથ સામાજિક વનિકરણ અધિકારી દ્વારા સોમનાથ વનીકરણ વિભાગમાં નવા આવેલા ડી.સી.એફ શ્રી અગ્રવાલની તાનાશાહી થોડા દિવસો પહેલા જ 73 મો સ્વતંત્ર દિવસ ઉજવાયો હતો તેમાં મોટી આઝાદીની વાત કરવામાં આવી હતી પરંતુ સોમનાથ વિભાગમાં કાંઈ અનેરું બની રહ્યું છે લેબર વર્ગો દ્વારા વૃક્ષારોપણનું કામ કરાવવામાં આવે છે પરંતુ લેબર વર્કના આજથી બે મહિના વીતી જવા છતાં કોઈ વેતન આપવામાં નથી આવ્યો પરંતુ જંગલ ખાતાના કર્મચારી ફોરેસ્ટર કે આર.એફ.ઓ દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી તેમાં કેશોદ સામાજિક વનીકરણ રેન્જમાં પણ મજૂરો દ્વારા લેબર વર્ગથી અગત્યની કામગીરી કરવામાં આવે છે જેમનો આજની તારીખે પૂરેપૂરા બે માસ જેવો સમય વીતવા માંડ્યો છે પરંતુ આર.એફ.ઓ સાહેબ કે ફોરેસ્ટર મજૂરીના પૈસા નું ચુકવણું કેમ નથી કરતા તે વાતે પણ ચર્ચાનું જોર પકડ્યું છે વધુ પૂછવામાં આવતા તેઓ સોમનાથ ડિવિઝનમાંથી ચુકાદો થતો નથી તેવું જણાવે છે આજે આ કામ પૂર્ણ કર્યા પછી હાલ લેબર વર્ક માટે મોટા મોટા તહેવાર આવે છે આ કામગીરીનું ચુકવણું કરવામાં ના આવે તો મજૂરોના તહેવાર પણ બગડે તેમ છે આ બાબતે વહેલી તકે ચુકવણું નહીં કરવામાં આવે તો લેબર વર્ક હવે કોઇપણ અધિકારીઓ સામે લડી લેવાના મૂડમાં ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે.રાઉન્ડ ફોરેસ્ટર કેશોદ કાનાભાઈ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત માં જણાવેલ કે અમે ફોરેસ્ટર તો શું કરી આપીએ સોમનાથ ગીરમાં  22 થી  25 રેન્જ આવેલ છે વન વિભાગથી પેમેન્ટ કરવામાં આવતું નથી તો અમે શું કરી શકીએ અને અમારા વિભાગમાં લેખિત કામગીરીની વિગત વાર જાણ કરેલ છે ફોરેસ્ટર કાનાભાઈ સોલંકી સાથે ટેલીફોન વાતચીતમાં જાણવા મળેલ છે હવે તો જોવાનું તે રહ્યું કે લેબર વર્ક ના તમામ ગરીબ લોકોને તેમનું વેતન ક્યારે મળશે તે જોવાનું રહ્યું છે.

Share This Article