ભારતનું ગૌરવ : ભારતીય મૂળની મહિલા કોરોનાની વેક્સીન બનાવવામાં લાગી

admin
1 Min Read

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે અને અત્યાર સુધી આ વાયરસ લાખો લોકોને પોતાના ભરડામાં લઈ ચુક્યો છે. હાલ કોરોનાની સામે લડવા માટે હજુ સુધી કોઈ દવા કે રસી ઉપલબ્ધ થઈ શકી નથી.

જોકે આ મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં પોતપોતાના સ્તરેથી પ્રયાસ થઈ રહ્યા છે. આવામાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાયરસથી બચવા માટે રસી શોધવા માટે જે ટીમની રચના કરી છે તેમાં એક ભારતીય મૂળની વૈજ્ઞાનિક ચંદ્રબાલી દત્તાને પણ સામેલ કરવામાં આવ્યુ છે.

એક અહેવાલ મુજબ લંડનમાં આવલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં દુનિયાભરના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિક કોરોના સામે લડવા માટે રસી તૈયાર કરવામાં લાગ્યા છે. ચંદ્રબલી દત્તા એ જ ટીમનો ભાગ છે. અહીં તે કવોલિટી એન્શ્યોરન્સ મેનેજર તરીકે કામ કરે છે. હજુ સુધી આ ટ્રાયલ બીજા અને ત્રીજા ચરણમાં છે.

આ વેક્સીનને ChAdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે. ચંદ્રબાલી દત્તાએ જણાવ્યું કે, વિશ્વની અપેક્ષાઓ સાથે માનવતાની સેવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જે ટીમની રચના કરી છે તેમાં જગ્યા મેળવીને પોતાને સન્માનીત અનુભવી રહી છુ. જો આ સફળ રહે છે તો કોરોના વાયરસ સામે લડવામાં વિશ્વને મહત્વપુર્ણ સફળતા મળશે. ટ્રાયલ સફળ રહેવા પર આ કોરોનાની સંભાવિત રસી પણ બની શકે છે.

Share This Article