ટૂંક સમયમાં ભારતમાં વાપસી કરી શકે છે “PUBG”

admin
2 Min Read

જો તમે પણ પબજી મોબાઈલ ગેમના ચાહક છો અને આ ગેમ પર પ્રતિબંધ લાગવાથી દુખી છો તો હવે આગામી દિવસોમાં જ તમારુ આ દુખ દૂર થઈ જશે. એવા અહેવાલ સામે આવ્યા છે કે એરટેલ અને પબજી મોબાઈલ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને જો તે સફળ રહેશે તો ભારતમાં ફરી એકવાર પબજી મોબાઈલની ધમાકેદાર વાપસી થશે. થોડા સમય અગાઉ ચાઇનીઝ કનેક્શન અને યૂઝર્સના ડેટાની સિક્યોરિટી સાથે જોડાયેલી ચિંતાને જોતા સરકાર તરફથી 200થી વધુ એપ્સ અને ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમાં શોર્ટ વીડિયો મેકિંગ એપ TikTokથી લઈને પોપ્યુલર બેટલ રોયલ ગેમ PUBG Mobile પણ સામેલ છે.

ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. ગેમ પર પ્રતિબંધ લાગ્યા બાદ PUBG Mobileના મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે અને આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ”PUBG Mobile ટેલિકોમ ઓપરેટર એરટેલની સાથે વાત કરી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે બેટલ રોયલ ગેમ પબજી ભારતમાં પરત ફરવાનો દરેક પ્રયાસ કરી રહી છે. પરંતુ PUBG અને Airtel બંન્ને તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેમજ હજુ એ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી કે PUBG Mobile ભારતમાં Google Play Store કે પછી Apple App Store પર પરત ક્યારે આવશે. તેના માટે ગેમર્સે હજી લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

Share This Article