રાધનપુર વિકાસને લઇને ઝંખી રહ્યું હતું ત્યારે નગરપાલિકાના આગાઉ મંજુર થયેલા કામોની ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પટણી દરવાજાથી ગુજરવાડા નાકા સુધી જેવા અનેક કામોની શરૂઆત કરવામાં આવી હતી. જેને રાધનપુરના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી. ત્યારે આ રાધનપુરમાં અગાઉ થયેલ વિકાસના કામોમાં મેન એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટરોને કામ આપતા અનેક જગ્યાએ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરેલ હોઈ સરકારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલે ચાલુ થનાર કામમાં ચર્ચાઓ મુજબ એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટરો પાસેથી કામ કરવામાં આવનાર છે. જેને લઇને લોકોમાં જબરદસ્ત આક્રોશ પણ જોવા મળ્યો છે. ચારેબાજુથી લોકોની માંગ ઉઠવા પામી છે કે ધારાસભ્ય આ બાબતને ધ્યાનમાં લઇ આ પેટા કોન્ટ્રાક્ટરોએ અગાઉ કરેલ કામની તપાસ કરાવે અને આ ચાલું કામ મેન એજન્સી પાસે કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. લોકોમાં ચર્ચાઓ મુજબ આ પેટા કોન્ટ્રાકટરોને છાવરવામાં નગરપાલિકાની ચાલું બોડીના અમુક સમિતિના ચેરમેન તેમજ તેમના પતિ દેવોની મોટી ભુમિકા દેખાઈ રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -