રાજકોટ- કોરોના બાદ અનેક લોકોએ લેવો પડ્યો ગ્રાહક સુરક્ષાનો આશરો

Subham Bhatt
2 Min Read

કોરોનાનો સમય એ દરેક લોકો માટે કડવી યાદ સમાન રહ્યો છે. અનેક ડોકટરો, નેતા, અભિનેતા, સુરક્ષાકર્મીઓ સહિત દરેકે કોઈને કોઈ પોતાનું સ્વજન ગુમાવ્યું છે. અનેક બાળકો માતા પિતા ગુમાવી નિરાધાર બન્યા છે તો કોઈકે પોતાના યુવાન સંતાનગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સારવાર તેમજ દવા માટે લોકોએ ખુબ મુશ્કેલી વેઠી હતી. એક તો સ્વજનગુમાવ્યાનું દુખ અને ઉપરથી આર્થિક માર પણ પડ્યો હતો. આમ બેવડી આફતનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. આ સમયદરમિયાન ડોકટરો અને વીમા કંપની તરફથી પણ લોકોને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી આથી ના છૂટકે લોકોએ ગ્રાહકસુરક્ષાનો આધાર લેવો પડે છે. માજી સાંસદ અને ગ્રાહક સુરક્ષાના રામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે વીમો એ છત્રી જેવુંકામ કરે છે. ગ્રાહકોને કવચ આપે છે પરંતુ અનેક વીમા કંપનીઓ એવી છે કે જે જુદી જુદી શરતો મૂકે છે અને ગ્રાહકો વિશ્વાસમૂકી પ્રીમિયમ ભરી દેતા હોય છે.વીમા કંપનીઓને આમાં ૭૫ ટકા નફો મળે છે અને એમાં પણ કોરોના ના સમયમાં તો અનેકના ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ માટે અનેક કારણો દર્શાવવામાં આવતા હતા.

Rajkot: After Koro, many people had to resort to consumer protection

કોરોના સમય દરમ્યાન યોગ્ય સારવાર નલીધી હોવાનું કારણ, કોરોના પહેલા અનેક બીમારી હોવાનુ વગેરે અનેક કારણો દર્શાવી વીમા કંપનીઓએ ક્લેઈમ રિજેક્ટ કરવાનાઅનેક દાખલા સામે આવ્યા હતા. આ માટે ડોક્ટરો પાસેથી સારવાર અને વીમા કંપની પાસેથી વિમાના પૈસા પરત મળે તેથીલોકો માટે ઝુંબેશ ચલાવવામાં આવી છે જે દરમિયાન આ ઉપરાંત મૃત્ય પામનારને 50000 રૂપિયા મળવાપાત્ર છે તે મળી શકે તેમાટે પણ તેઓ પ્રયત્ન કરે છે. કોરોના ના સમયે દરમિયાન કે પછી ત્યારબાદ ૨૦૦થી પણ વધુ ફરિયાદો મળી છે જેમાં ૩૩ ટકાફરિયાદોનું કામ પૂર્ણ થયું છે જ્યારે ૫૦ ટકા કેસ દાખલ કર્યા છે. સુપ્રીમ કોર્ટ હોય કે પછી રાજ્ય કે પછી દરેક ગ્રાહકોની તરફેણ માંજ હોય છે અને ગ્રાહક સુરક્ષા પણ ગ્રાહકોને સકારાત્મક રીતે મદદ કરાવવા તત્પર છે આ માટે તેઓએ જણાવ્યું કે કોઈપણ કારણ હોય જે કોઈને કોરોના બાબત વળતરને લઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો તેઓ ગ્રાહક સુરક્ષા નો સંપર્ક કરી શકે છે.

Share This Article