રાજકોટ- દાણાપીઠમાં ખાદ્યતેલના કાર્ટૂનની ચોરી થવાની ઘટના

Subham Bhatt
1 Min Read

મોંઘવારીએ માજા મૂકી છે. રોજે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે હવે લીંબુની પણ ચોરી થવાનાબનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ આવોજ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં આવેલ દાણાપીઠમાં ખાદ્યતેલનાકાર્ટૂનની ચોરી કરતો શખસ CCTVમાં કેદ થયો છે. મળતી વિગતો અનુસાર દાણાપીઠમાં ખાRajkot: The incident of theft of edible oil cartoon in Danapithદ્યતેલના કાર્ટૂનની ચોરી થવાની ઘટના સામે આવી છે. તેલના ભાવમાં વધારો થતા તેલના કાર્ટૂનની ચોરીની ઘટના રાજકોટમાં સામે આવી છે.

 

શહેરના દાણાપીઠ બજારમાં અલંકાર ટી ડીપોમાંથી સવારે 9.30 વાગ્યે એક શખસે તેલનું કાર્ટૂન ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તેલના કાર્ટૂન સાથે ચોરીની ઘટના કરી શખસ બહાર જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે આ અંગે હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક શખસ તેલનું કાર્ટૂન ચોરી જતો હોવાનું સામે આવ્યું છે.

Share This Article