બનાસકાંઠા- ખોટી રીતે ખેડૂતના ખેતરની વાડ કાઢી નાંખી હોવાના આક્ષેપ

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના થરાદના ભલાસરામાં થોડા દિવસ અગાઉ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાંકેટલાક દબાણો સરપંચ ની ચૂંટણી ની અદાવત તેમજ તંત્ર દ્વારા વ્હાલા-દોહલાની નીતિ અપનાવી દબાણો દૂર કરવામાં આવ્યાહતા તેમજ કેટલાક દબાણો જેસેથે હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નામ લેવામાં ન આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભલાસરાના ખેડૂત ભાણાભાઈ ચૌધરીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમારા ખેતરની ખોટી રીતે વાડો હટાવી અમારા પાકને નુકસાન કર્યું છેBanaskantha - Allegation of falsely removing a farmer's farm fence

અને ચૂંટણી અદાવત ને લઈ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના અમારા ખેતરની વાડ તોડી અમને મોટા પ્રમાણમાં નુકસાનપહોચાડ્યું છે. જો આક્ષેપ સાચા હોય તો ખુબજ શરમ જનક ઘટના કહેવાય મહિલા સરપંચનો પુત્ર જો પોતાની ચૂંટણીઅદાવતે આટલી હદ સુધી જો ગામની જનતા ને હાલથીજ હેરાન કરતા હોય તો આગળ ના પાંચ વર્ષ સુધી માં કેટલા હેરાનકરશે તેવા પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તંત્ર આ બાબતે પૂરતી તપાસ કરે અને સાચા ને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે.

Share This Article