પાટણ-પાટણની ઐતિહાસિક ધરોહર જાળવી રાખવા રજૂઆત કરાઇ

Subham Bhatt
1 Min Read

ઐતિહાસિક નગરી પાટણએ ગુજરાતી રાજધાની હતી. અને પાટણના અનેક ચક્રવર્તીરાજા,મહારાજાઓએ પાટણની ગાદિ ઉપર રાજ કરી પાટણ નો વિકાસ કરી અડધા ભારતમાં પાટણનુંવર્ચસ્વ હતું.ત્યારે તબક્કાવાર આવેલા ચાવડા,સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ પાટણની સમૃદ્ધિવધારી હતી. પાટણના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા અને પાટણમાં આવેલ ઐતિહાસિક સ્થળોરાણકીવાવ, શસ્ત્રલિંગ તળાવ,બાર દરવાજા તેરમી બારી સહિતના સ્થળોનું પુરાતત્વ વિભાગ દ્વારા નવીનરંગરોગણ કરી આવા સ્મારકોને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યારે પાટણ નગરપાલિકાનાપ્રમુખ તરીકે હેમંતભાઈ તન્નાએ પાટણની જગ્યાઓએ રાજા મહારાજની તસ્વીર અને ઇતિહાસની ડિસ્પ્લે મુકવામાં આવ્યા હતા.

Introduced to preserve the historical heritage of Patan-Patan

પરંતુ નગરપાલિકા દ્વારા આવા સ્થળોની યોગ્ય જાળવણી ના થતા આવી ડિસ્પ્લેબોર્ડ જર્જરિત હાલતમાં છે. ઘણી જગ્યાઓએ નાસ્તાની લારી ચલાવતા નાના વેપારીઓ દ્વારા દબાણ કરીદેવામાં આવ્યા છે.જેને લઈ આ બાબતે પાટણ શહેરના રાજપૂત સમાજના આગેવાન અને પાટણ સ્થાપનાદિન ઉજવણીના કન્વીનર મદારસિંહ ગોહિલ દ્વારા આ બાબતે નિરાશા દર્શાવી આ બાબતે નગરપાલિકાદ્વારા 10 દિવસમાં આવા તમામ જર્જરિત સ્થળો ઉપર ની ડિસ્પ્લેનું રીનોવેશન કરવામાં આવે તેવી માંગ સાથે પાટણના ભવ્ય ઇતિહાસની જાળવી માટે આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

Share This Article