ગુજરાતની 2000 રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમ્યો

admin
1 Min Read

ગુજરાતની ધરતીએ શુરવીરોની ધરતી કહેવાય છે. આજના કોમ્ય્યુટર અને ટીવી મોબાઇલ યુગમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઇ રહી છે. ત્યારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો છે. આજે જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો એક સાથે તલવારબાજી કરી હતી. આ મહિલાઓ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં.

Share This Article