મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકને RBI દ્વારા રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. RBI ની નોટિસ મુજબ અર્બન બેંકે RBI ના નિર્દેશોનો ભંગ કર્યો હતો. જેનો ઓડિટ દરમ્યાન ખુલાસો થતા RBI એ અર્બન બેંકને રૂ.5 કરોડનો દંડ ફટકારી દીધો છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ જ્યારે અર્બન બેંકની ચૂંટણી યોજાઈ હતી તે સમયે વિરોધ પક્ષ પેનલના ડી એમ પટેલ દ્વારા બેંકના ગેર વહીવટ અંગે પ્રચાર પ્રસાર કરાયો હતો. ત્યારે હવે RBI દ્વારા અર્બન બેંકને 5 કરોડનો દંડ ફટકારતા અર્બન બેંકન 17 પૈકીના એક ડિરેકટર ડી એમ પટેલે પણ બેન્કના ગેર વહીવટ મુદ્દે આક્ષેપો કર્યા હતા. તો બેન્કના સી ઇ ઓ વિનોદ પટેલે જણાવ્યું હતું કે, બેંકના ગ્રાહકોને આ દંડથી ફરક નહીં પડે. બેંક પાસે જરૂર મુજબની લિકવિડ કેશ ઉપલબ્ધ છે.
- Advertisement -
Latest News
- Advertisement -