નહિવત વરસાદ છતાં રોડ ધોવાયા

admin
1 Min Read

બહુચરાજીથી શંખલપુર તરફ જતા રેલવે ફાટકથી છેક યાત્રાધામ શંખલપુર સુધીનો રોડ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકો તંત્રના પાપે પરેશાની ભોગવી રહ્યા છે. આ રોડ RNB જિલ્લા પંચાયત હસ્તકમાં બનેલ રોડ છે. શંખલપુરમાં પ્રાચીન બહુચર માતાજીના મંદિર સાથે સાથે એ રોડ પર સિવિલ હોસ્પિટલ તેમજ અનેક શીક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે આથી આ રોડ પર વાહનોની અવર જવર પણ વિશેષ જોવા મળે છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો, વિધાર્થીઓ તેમજ યાત્રિકો તેમજ પેશન્ટ વિગેરે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નોંધનીય બાબત તો એ છે કે આ ચોમાસા પહેલા જ આ રોડ નવીન બનાવવામાં આવ્યો હતો છતાં નહિવત વરસાદમાં રોડ ધોવાઈ જવાથી રોડમાં ભ્રષ્ટાચારની ભીતિ સેવાઇ રહી છે. આ રોડ ને જ્યારે નવો બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે અહીંથી પસાર થતા સ્થાનિકો એ ચાલુ કામમાં યોગ્ય ગુણવત્તા નહિ હોવાના કોન્ટ્રાક્ટરો સામે સવાલો કર્યા હતા. ત્યારે હાજર કોન્ટ્રાકટરને લોકોની તેમજ તંત્રનો જાણે કોઈ ડરના હોય તેવી રીતે વેઠ વાળી કામ પૂરું કરી દીધું હતું. જેનું પરિણામ હાલ સરકાર ને ટેક્સ ના રૂપિયા સમયસર ભરનારી ભોળી પ્રજા ભોગવી રહી છે.

Share This Article