ભરુચ-ચાંચવેલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટની ઘટના

Subham Bhatt
2 Min Read

ભરુચના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ બેબુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપી પલાયન થઈ જતા ભારે ચકચાર મચી જવા પામીહતી. સમગ્ર લૂંટની ઘટના અંગેના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારેવાગરા પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. ઘટના અંગે વધુ મળતી માહિતીઅનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આમોદ દહેજ રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર ગતરવિવારે મોડી રાત્રે બે જેટલા બુકાનીધારી લૂંટારુઓ બાઈકમાં પેટ્રોલ પુરાવવાનાં બહાને આવ્યા હતા.અને ત્યાં હાજર કર્મચારીને ધક્કો મારી કેબિનમાં લઈ જઈ રૂપિયાની માંગણી કરી હતી. ફિલરે પૈસાઆપવાની ના પાડતા બંદૂક બતાવી લૂંટની ઘટનાને અંજામ આપી બંને ફરાર થઈ ગયા હતા. પેટ્રોલ પંપ ઉપર આવેલ બે બુકાનીધારી લૂંટારુઓએ બંદૂક બતાવી પેટ્રોલ પંપના કર્મચારીને ઓફિસમાં લઈ આવ્યા હતા.

Robbery at a petrol pump near Bharuch-Chanchvel

જ્યાં તેને માર મારીને ભયભીત કરી ઓફિસમાં રહેલી રોકડ રકમની માંગણી કરી હતી. જેમાં અંદાજે૩૦ હજાર ઉપરાંતની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓએ કર્મચારીને ઓફિસમાં જ ગોંધી રાખી કરારથઇ ગયા હતા. સમગ્ર બનાવની જાણ પેટ્રોલ પંપના સંચાલકને થતાં પોલીસને જાણ કરવામાં આવતાહાલ તો વાગરા પોલીસે CCTV ફૂટેજના આધારે વહેલી તકે લૂંટારુઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરીછે. વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ખાતે ઘટેલ ઘટનાની જાણ થતાં જ ભરુચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તેમજવાગરા પોલીસ મથકના પો.સ.ઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસને વધુ વેગઆપ્યો હતો. રાત્રી દરમિયાન હાજર પેટ્રોલ પંપના કર્મીઓની પૂછપરછ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે પોલીસે CCTV ફુટેજના આધારે લૂંટારુઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બંદૂકનીઅણીએ થયેલ લૂંટ અંગે પંથકમાં ભયનું વાતાવરણ છવાયું છે. હવે જોવું એ રહ્યું કે લૂંટારુઓને ઝડપી લેવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે…

Share This Article