ભરુચ-થવા શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ

Subham Bhatt
1 Min Read

ભરૂચની એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય, થવા શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ,૨,૪૩,૦૦૦/-ની રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી ગૌરવ વધાર્યું. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિતએકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય,થવા ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨ માં જિલ્લા કક્ષાએ થવા શાળાનાબાળકોએ કબડ્ડી અને એથ્લેટિક્સ રમતમાં ૨,૪૩,૦૦૦/- રૂપિયાના ઇનામો જીત્યા હતા. જે હવે RTGS દ્વારાએમના બેન્ક ખાતામાં જમા થશે. સંસ્થાના મંત્રી માનસિંહજી માંગરોલા તેમજ શાળાના આચાર્યશ્રી/કોચયાદવ મનમોહનસિંહ એ બાળકોને અભિનંદન પાઠવ્યા. શાળાના બાળકો અત્યાર સુધી ૫૦ લાખની રકમના ઇનામો ખેલમહાકુંભ માં જીતી ચૂક્યા છે.

Outstanding performance of Bharuch-Thava school in Khelmahakumbh at district level

જેમાં અંડર – ૧૭ બહેનોમાં (૧) વસાવા સારીકા એન.૧૫૦૦ અને ૮૦૦ મી. દોડ પ્રથમ (૨) વસાવા જિજ્ઞાષા, ૮૦૦ મી. પ્રથમ (૩) વસાવા સુહાની ડી. ૧૦૦મી દોડ બીજો ક્રમ, (૪) વસાવા નિરંજના એમ. ચક્ર ફેંક માં બીજો ક્રમ (૫) વસાવા સ્નેહા એમ.૪૦૦ અને૬૦૦ મી. દોડ ત્રીજો ક્રમ . અંડર – ૧૭ ભાઈઓમાં (૧) ડુ.ભીલ જયેશ જી. ઊચી કૂદ પ્રથમ (૨) ડુ.ભીલકિશન એસ. લંગડી ફાળ કૂદ પ્રથમ (૩) ભિલાલા રવિન ૧૫૦૦ મી. દોડ પ્રથમ (૪) વસાવામાઇક ૨૦૦ મી. દોડ પ્રથમ (૫) યાદવ આશુતોષ ડી. ગોળા ફેંક પ્રથમ અને બરછી ફેંક બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો

Share This Article