Connect with us

સાબરકાંઠા

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

Published

on

હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે ત્રણ પ્રાથમિક શાળાઓ આવેલી હોવા છતા હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઈલોલમાં બે પ્રાથમિક શાળા હોવાનો મર્જ કરવા બાબતે અભીપ્રાય અપાતા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમીતી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી પ્રા.શાળા નં.૨ને પ્રા.શાળા નંં.૧માં શરતોને આધિન મર્જ કરવા આદેશ કરી તેનુ પ્રમાણપત્ર દિન -૩માં મેળવી કચેરી રજુ કરવાનું જણાવતા શાળામાં અભ્યાસ કરતા ૨૩૪ બાળકોના વાલીઓમાં શિક્ષણ વિભાગ સામે આક્રોશ સાથે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ત્યારે ઇલોલની પ્રાથમિક શાળા મર્જ કરી બંધ કરવાનો નિર્ણય કરાતાં શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. શિક્ષણ વિભાગ સમક્ષ વર્ગ શરૂ રાખવા માંગ સ્થાનિકોએ કરી છે. તો બીજી બાજુ શાળા મર્જ કરવાના મામલે વાલીઓએ રોષે ભરાયા હતા અને ક્વોલિટી એજ્યુકેશનના નામે શિક્ષણ વિભાગ શાળાઓ બંધ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમાં જો શાળા મર્જ કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સાબરકાંઠા

૨૨ બીએસ એફ્માં સેવા આપનાર જવાન નિવૃત

Published

on

આજના યુવાનો ફિલ્મ સ્ટાર કે સેલીબ્રીટીને અનુસરતા હોય છે. ત્યારે ઘણા યુવાનો એવા પણ છેકે જે કોઈ ફિલ્મ સ્ટાર કે સેલીબ્રીટી નહિ પણ આર્મીમાં જવાન બનવા માંગે છે. આવા લોકો શરૂઆત થીજ મહેનત કરી પોતાના સ્વપ્નો પુરા કરે છે. ત્યારે ધીમે ધીમે લોકો આર્મીના જવાનોને માન આપવા લાગ્યા છે. અને તેમને સન્માન આપવા લાગ્યા છે, ત્યારે સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના ગોડવાનાનો એક યુવાન ૨૨ વર્ષથી આર્મીમાં નોકરી કરે છે. અને વય મર્યાદાને કારણે નિવૃત થયો છે. નિવૃત થતા પોતાના વતન પરત ફર્યો ત્યારે ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

નિવૃત જવાન બોર્ડર સિક્યુરીટી ફોર્સના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. સાબરકાંઠાના ગોડવાના ના પ્રવીણભાઈ બોદર છેલ્લા ૨૨ વર્ષથી સેનામાં સેવા આપ્યા બાદ પોતાના વાતન પરત ફર્યા હતા. પ્રવીણભાઈ પોતાના માદરે વતન આવતા ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી. તેમજ ગામની બહેનો દ્વારા સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. સાથેજ ગ્રામજનોએ નિવૃત જવાનને ફૂલહાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું.

Continue Reading

સાબરકાંઠા

સાબરકાંઠા: હિંમતનગરના કાટવાડમાં ભગવાન શિવને પાણીમાં ડુબાડ્યા

Published

on

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની કફોડી હાલત થઈ છે. બીજી તરફ વરસાદ ખેંચાતાં સાબરકાંઠા જીલ્લાના હિમતનગર સહિતનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. તો બીજી બાજુ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે જેને લઈને હિંમતનગર તાલુકાના કાટવાડમાં ભગવાન શિવને પાણીમાં ડુબાડ્યા હતા. ગામલોકોએ એક કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી ગામના બોરમાંથી પાણી લાવી શંકરને પાણીમાં ડુબાડ્યા હતા. એક કિલોમીટર દૂર આવેલી હાથમતી નદીમાં મંદિરનુ પાણી પહોંચ્યુ છે

ત્યારે ગામની માન્યતા પ્રમાણે હાથમતી નદીમાં શિવને ચડાવેલા પાણીની ધારા પહોંચે તો વરસાદ આવે ત્યારે આખુ ગા‌મ‌ શિવને પાણીમાં અકળાવા મંદિરે પહોંચ્યુ હતું અને વરસાદ માટે ભોળાનાથને પ્રાથના કરી હતી.

Continue Reading

સાબરકાંઠા

સાબરકાંઠા ; હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા જનતા મેમોની શરૂઆત

Published

on

હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા જનતા મેમોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હિંમતનગર નગર પાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા જનતા મેમોના કાર્યક્રમની શરૂઆત કરી હતી. કમરતોડ દંડ,શુદ્ધ પીવાના પાણીની સમસ્યા,માર્ગો પર રખડતા ઢોરો,ખરાબ રસ્તા તેમજ જાહેરમાં થતી ગંદકી ની સમસ્યાઓ સામે કોંગ્રેસએ જનતા મેમો કાર્યક્રમની શરૂઆત કરી હતી.. શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો પાસે તેમના વિસ્તારની સમસ્યાઓ મંગાવવામાં આવી હતી….જેમાં શહેરીજનોને જાગૃત કરવા માટે જનતા મેમો અભિયાન શરૂ કર્યું છે

. શહેરીજનોની સમસ્યાઓ જનતા મેમોમાં શાસકો તેમજ વહીવટી તંત્ર સુધી પહોંચાડવાનું કામ કરશે વિપક્ષ. અને પાલિકાના વિપક્ષના નેતાએ જનતા મેમો માં સમસ્યાઓ વોટ્સએપ,નમ્બર આપી ,ટ્વીટર અને ફેસબુક થકી માંગવામાં આવી હતી.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.