સાબરકાંઠા-કચ્છ કડવા પાટીદાર સમાજ નો સ્નેહમિલન અને ભૂમિ પ્રવેશ કાર્યકમ યોજાયો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના વડાલીના જેતપુર સમાજ વાડી ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ નો સ્નેહમિલન અને ભૂમિ પ્રવેશ કાર્યકમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના  વડાલી-ઇડર હાઇવે રોડ પાસે આવેલ જેતપુરપાસે કચ્છી પાટીદાર સમાજ વડાલી વિભાગ દ્વારા નવીન સમાજ વાડી નિર્માણ માટે જમીન ખરીદાઈહતી ત્યારે રવિવારના રોજ ભૂદેવો ની ઉપસ્થિતમાં ભૂમિ પ્રવેશ નિમિતે યજ્ઞ યોજાયો હતો ત્યારે સાથે સાથે ૩૫ મા સ્નેહ મિલન અને સાધારણ સભા યોજાઈ હતી.જેમાં વાર્ષિક હિસાબો ને બહાલી અપાઈ હતી

Sabarkantha-Kutch Kadwa Patidar Samaj's get-together and land entry program was held

ત્યારે સમાજ ના પ્રમુખ ભોગી ભાઈ પટેલ,જોન પ્રમુખ રસિક ભાઈ,એ.બી.વી.પી.ના પ્રમુખસી.એન.પટેલ,સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વડાલી, ઇડર,ખેડબ્રહ્મા,વિજયનગર અનેતારંગા વિભાગ ના કચ્છી ભાઈઓ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર સમય માંસમૂહલગ્ન અને કન્યા કેળવણી વિષયો પર ઉપસ્થિત આગેવાનો એ પોતાના વિચારો વ્યક્ત કર્યાહતા.તેમજ સનાતન સમાજ ના તમામ પરિવારો હાજર રહ્યા હતા.આ પ્રસંગે સમાજ વરિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું અને આજ ના કાર્યક્રમ પછી આભાર વિધિ પાંચ તાલુકા અને તારંગા વિભાગ વતી સમાજ ના પ્રમુખ ભોગીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

Share This Article